Saturday, May 30, 2020

રાહુ

RAHU
છાયા ગ્રહ, કલયુગનો રાજા
સૂર્ય અને ચંદ્રનો દુશ્મન છે.
રાહુ એટલે માયાવી મુખવટો, બહુરૂપી, નકલી ચહેરાવાળો
( અભિનેતાઓ, એક્ટર્સ, પોલિટિકલ નેતાઓ) રાહુ સૂર્ય જોડે સારા નેતાઓ.
સમાજમાં મોટાભાગના લોકો ઉપરથી જુદા અંદરથી જુદા હોય છે તે બધાજ રાહુ...
મીઠી મીઠી વાતો કરે, ચાપલુસી કરે પણ અંદરથી તમારી વિરુદ્ધ માં હોય...તમે મુશ્કેલીમાં હો ત્યારે ખૂબ રાજી થાય...બહુરૂપી..
નિયમો તોડી ને ચાલવું....કોઈ નિયમ લાગુ ના પડે....રાહુ લોકોને....ખૂબ ઊંચી અભિલાષા લાલસા ઈચ્છાઓ હોય છે....અને સંતોષવા કંઈપણ કરવા તૈયાર હોય છે...કુંડલીમાં રાહુ જે ભાવમાં હોય તે ભાવની જાતકને ક્યારેય તૃપ્તિ થતી નથી..
જમ્યા પછી પેટ ભરાઈ જતાં સંતૃપ્તિ થાય છે પણ રાહુને અમૃત પેટમાં જાય તે પહેલાં માથું કપાઈ જતાં અમૃત ગળામાં રહી જતાં સંતૃપ્તિ થઈ નહીં આમ રાહુ વાળા ને ક્યારેય સંતૃપ્તિ થતી નથી...લાવો લાવો ....થયા કરે....જુના વિચારોને નથી માનતા, કોઈ નિયમોને નહિં માને પોતાના નિયમો પ્રમાણે ચાલશે....મનમાં નવા નવા વિચારો આવ્યા કરે....નવી નવી શોધો કરે છે...તમામ વૈજ્ઞાનિકો રાહુ છે...સૂર્યનો નહિં દેખાતો રંગ અલ્ટ્રાવાયોલેટ છે જે નજરે ના દેખાતી વસ્તુઓ જોવા માટે છે.. બેંકમાં નોટો ચકાસવા , સહી ચકાસવા, પોલીસ ખાતામાં, મેડિકલ સાયન્સમાં એક્સ રે, સિટી સ્કેન, એમઆરાઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બધે જ અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ થાય છે. આ અલ્ટ્રાવાયોલેટ એ  રાહુ જ છે....રાહુનો રંગ ધુમાડા જેવો skay blue black છે.
રાહુ જે રાશિમાં બેઠો હોય તેના સ્વામી જેવો કે યુતિ, દૃષ્ટિના ગ્રહો જેવો વર્તાવ કરે છે..એટલેકે જે તે ગ્રહનું ફળ ડબલ કરે છે...તેનો પ્રભાવ ઘણો વધારી દે છે....
રાહુ ગુરુ જોડે હોય તો આધુનિક શિક્ષણ કે આધુનિક સંતાન પ્રાપ્તિનું વિચારશે..... રાહુ શુક્ર જોડે કે સપ્તમ સ્થાનમાં હોયતો intercast લગ્ન કરાવે છે....આમ રાહુ જે ગ્રહ જોડે જોડાશે તે ગ્રહના કારક્તવમાં નવા વિચારો, આધુનિક ideas લાવશે....
આજના યુગનો રાજા રાહુ છે...જેને રાહુ સારો તે રાજા છે....સાત ગ્રહના સાત દિવસો હોય છે પણ રાહુને કોઈ દિવસ હોતો નથી પણ દરરોજ એક સમય ગાળો રાહુ નો હોય છે જેને રાહુકાળ કહે છે.. આમ રાહુની હાજરી પ્રતિદિન હોય છે. ..રાહુને maternal પેરેન્ટ્સ એટલેકે નાના નાની કહે ચગે ઊપરાંત સસુરાલ પણ કહે છે... રાહુ કેતુ સયુંકત આપણું ફેમીલી circle બતાવે છે એટલેકે રાહુ કેતુની axis માં રહેલા ગ્રહો એક પરિવારના મનાય છે...જે ગ્રહ આ axis ની બહાર હશે તે પરિવારનો સદસ્ય નથી હોતો... જો સૂર્ય બહાર હોયતો પિતા અલગ રહે છે કે step father હોય અથવા જાતક પિતાથી અલગ રહે છે...અથવા જાતકે મુંહ બોલા પિતા બનાવ્યો છે....ચંદ્ર બહાર હોયતો જાતકને step mother છે અથવા મુંહ બોલી મા બનાવી છે અથવા મા અલગ રહે છે ... મંગલ છે તો ભાઈ, શુક્ર છે તો બહેન, બુધ છે તો સગાસંબંધીઓ અને શનિ છે તો દાદા નાના અલગ છે કે મુંહ બોલા બનાવ્યા છે... રાહુ આપણી જિંદગીમાં ફેલાયેલું પલાસ્ટિક, સિન્થેટિક, આરટીફીસિયલ છે...રાહુ ઊંચે ચડે છે....દશામાં જાતક ઊંચે જાય છે... coconut રાહુ છે...દરેક પૂજામાં હોય છે.. રાહુની શાંતિ માટે....ટોયલેટ રાહુ છે.. પહેલા ઘરની બહાર રહેતાં હવે bedroom માં આવી ગયાં છે.... રાહુ poison છે, chemicals છે, snake છે..શરીર ઉપરના બ્લેક કે પિન્ક તલ રાહુ છે...રાહુ ની દશામાં રાહુ ખરાબ હોય તો કાળા તલ દેખાય છે સારો હોયતો પિન્ક તલ દેખાય છે...રાહુ ની ચાલ વક્રી છે 4 પછી 3 પછી 2...તે રીતેજ ઉર્દુ કે પર્શિયન જે ઉંધી લખાય છે તે રાહુ છે....લેફ્ટી લોકો પણ રાહુ છે. ..

રાહુના professions :

બધા એક્ટર્સ રાહુ છે, ફિલ્મની પાછળ ના તમામ રાહુ છે, X Ray સાથે સંકળાયેલા રાહુ છે, રાહુ secret અને hidden હોવાથી પોલિસ, cbi, જાસૂસ, dectetors, તમામ રાહુ છે. રાહુ ઊંચે ચડે છે તેથી એર સ્ટાફ પાઇલોટ્સ એર હોસ્ટેસ્સેસ તમામ રાહુ છે...તેમનો રાહુ તેમના profession સાથે જોડાય છે....

રાહુ શરીરના કોઈપણ અંગ સાથે સંકળાયેલ નથી...તે ગેસનો કારક છે...શરીરમાં swelling, ઉન્માદ, માનસિક રોગ, ખેંચ, સ્કીન ઉપરના ધાબા, કોઢ , કેન્સર રાહુ બતાવે છે.

રાહુ સુપર intellectual છે બુધથી પણ વધારે. રાહુ DNA છે એટલેકે જ્ઞાન એક જનરેશન થી પછીની જનરેશન માં બાળકોમાં વહેલું આવી જાય છે જેમકે મોબાઈલની અઘરી app આપણને નહીં ફાવે પણ 4 - 5 વર્ષનાં બાળકો સહેલાઈથી ચલાવે છે....

રાહુ શનિ ની જેમજ હોય છે અને  અશુભ result આપે છે... બન્ને ભેગા હોયતો ઘણાં અશુભ પરિણામ આપે છે...
રાહુની દશામાં, ગોચરમાં જ્યારે રાહુ ગુરુ ઉપરથી પસાર થાય છે ત્યારે જાતકની જિંદગીમાં આમૂળ પરિવર્તન આવે છે. સૂર્ય ઉપરથી પસાર થાયતો પિતાને કષ્ટ આવે છે, ચંદ્ર ઉપરથી પસાર થાયતો માતા ને કષ્ટ ઉપરાંત માનસિક તણાવ અને માનસિક રોગ થાય છે. મંગલ સાથે આવેતો accident થાય છે નહીતો surgery થાય છે..શુક્ર ઉપરથી પસાર થાયતો પત્ની સાથે અણબનાવ, ઝગડા થાય છે, બુધ જોડે આવવાથી સંબંધીઓ જોડે અણબનાવ થાય છે...શનિ જોડે આવવાથી માંદગી, હોસ્પિટલ, જેલ વિગેરે અશુભ પરિણામો મળે છે....
કુંડલીમાં રાહુ જે રાશિમાં બેઠો હોય અને તે રાશિ શરીરનું જે અંગ બતાવતી હોય તે અંગ વિષયક કાયમી બીમારી રહે તેમજ કાયમ દવા લેવી પડે.



Monday, January 25, 2016

વૈયા Rosy Starling

વૈયા :
વૈયા એ મેના કે કાબર કુળમાં આવે છે. જો કે આપણે આ કુળમાં સહુથી વધુ પરિચિત કાબરથી
Photo By Yagnesh Bhatt (Dharmaj - Gujarat )
છીએ. આ કુટુંબમાં સમગ્ર વિશ્વમાં કુલ ૧૨૦ પ્રજાતિઓ જોવા મળે છે.મધ્યમ કદના આ પક્ષીઓ મુખ્યત્વે ઘેરા રંગના જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં આ કુટુંબના સભ્યો યુરોપ, એશિયા, આફ્રીકાથી ઉત્તર ઓસ્ટ્રેલિયા અને પેસિફિક મહાસાગરના વિષુવવૃત્તીય પ્રદેશો (ટાપુઓ)માં વિશેષ જોવા મળે છે.

વૈયું એ કાબર જેવું પણ કાબરથી સહેજ નાનું હોવાથી તેને કાબર કુળમાં સ્ટાર્લીંગ ઉપકુળમાં મુકેલ છે. આપણે ત્યાં ચોમાસું ઉતરતાં (જૂલાઈ માસથી) જોવા મળતું આ પક્ષી માર્ચ કે એપ્રિલ સુધી એટલે કે વર્ષના ૮ થી ૯ મહિના રહેતું હોવા છતાં તે સ્થાનિક પક્ષી ગણાતું નથી કારણકે પ્રજનન કરવા તે યુરોપ, એશિયા, આફ્રીકા, રશિયા પાછું ફરે છે.  
આપણે ત્યાં આ કાબર સાથે કુલ બે કાબરો (વૈયા) પરદેશથી આવે છે. ૧) વૈયું કે ગુલાબી કાબર ૨) કાળું વૈયું
સ્થાનિક, અંગ્રેજી અને શાસ્ત્રીય નામ :
૧. વૈયું – Rosy Starling – Pastor Roseus
2. કાળું વૈયું - Common Starling – Sturnus Vulgaris
વર્ગ (Order):
વૈયું, ચટક વર્ગ કે પેસેરીફોર્મ્સ વર્ગ (Order Passeriformes )માં આવે છે. વિશ્વભરમાં સમગ્ર પક્ષી જગતમાં અડધાથી પણ વધુ પક્ષીઓ આ વર્ગમાં આવે છે. આ પક્ષીઓને ઝાડ ઉપર બેસનારાં ( Perching Birds ) કે  થોડે ઘણે અંશે ગાનારાં પક્ષીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ગ વિશ્વભરના પક્ષી જગતનાં ૧૧૦ કુટુંબોની કુલ ૫૦૦૦ શોધાયેલી પ્રજાતિઓ (Species )નો સમાવેશ કરે છે. જો કે આ તમામ પ્રજાતિઓ અને તેમનાં કુટુંબો એકબીજાથી રંગ, અવાજ, કદ, પૂંછડી, પગ, ચાંચ એમ ઘણી બધી રીતે જુદાં પડે છે' પરંતુ તે તમામને આ એક જ વર્ગ પેસેરીફોર્મ્સમાં શામાટે મુકવામાં આવ્યાં છે તેની પાછળ તે તમામમાં જોવા મળતી કેટલીક ખાસ ખાસિયતો છે, biological - જૈવિક સમાનતાઓ છે, જે આપણે જોઈએ.
        ૧) આ વર્ગના પક્ષીઓના પગના પંજાની રચના વિશિષ્ઠ અને એકસરખી છે.પંજાના ત્રણ આંગળા આગળ અને એક આંગળો પાછળ હોય છે. આ આંગળાઓ બતકોની જેમ  એકબીજાની સાથે ચામડી કે અન્ય રીતે જોડાયેલાં નથી. પગના પંજાની આ રચનાને લીધે જ આ પક્ષીઓ ડાળી પર પકડીને સહેલાઈથી બેસી શકે છે. આ તમામ પક્ષીઓના નહોર અણીવાળા તીક્ષ્ણ અને વળેલા હોય છે.
        ૨) આ વર્ગના પક્ષીઓ થોડું ઘણું કે સારામાં સારું ગાનારાં પક્ષીઓ છે, જોકે કાગડાં અને બીજાં કેટલાંક અપવાદ છે.
        ૩) આ વર્ગના પક્ષીઓમાં નાનામાં નાના કદના શક્કરખોરા ( અંગૂઠા જેટલા – ૧૦ સે.મી.)થી મધ્યમ કદનાં કાગડા સુધીનાં પક્ષીઓનો સમાવેશ થાય છે.
૪) આ વર્ગના પક્ષીઓની પૂંછડીમાં ૧૨ પીંછા આવેલાં હોય છે સિવાય કે અવાજના ચાળા પાડતું લાયર બર્ડ ( જુઠ્ઠું પક્ષી ), જેને ૧૬ પીંછા હોય છે.
૫) આ વર્ગના પક્ષીઓનાં ઈંડા રંગીન હોય છે. (સફેદ ક્યારેય નહીં.)
૬) આ વર્ગના પક્ષીઓ, જમીન સાથે સંકળાયેલાં હોય છે.
૭) બાયોલોજિકલી આ વર્ગના પક્ષીઓની ખોપરી અને તાળવાની રચના કે અવાજ ઉત્પન્ન કરનાર સ્વરનળીના નીચલા છેડાના સ્નાયુની રચના એકસરખી હોય છે.
        આપણી આસપાસનાં પક્ષીઓમાં પીળક, નવરંગ અબાબીલ, ચંડોળ, લટોરાં, કાળોકોશી, કાબર, વૈયા, કાગડો, ખેરખટ્ટો, શોબિગી, બુલબુલ, લેલાં, નાચણ, દૂધરાજ, દિવાળી ઘોડાં, શક્કરખોરા, સુઘરી વગેરેનો સમાવેશ આ વર્ગ માં કરવામાં આવે છે.
Photo By Yagnesh Bhatt (Dharmaj - Gujarat )

કુટુંબ (Family):
        વાચાળ કુળ ( સ્ટરનીડી – Sturnidae ) કુટુંબમાં આ બંન્ને ઉપકુળ મેના અને વૈયાનો સમાવેશ થાય છે. મેનામાં સહુથી પ્રચલિત આપણી કાબરનો સમાવેશ થાય છે જે સ્થાનિક છે જ્યારે વૈયા એ પ્રવાસી – મુલાકાતી પક્ષી છે.
        સ્ટરનીડી – Sturnidae  કુટુંબની વિશેષતામાં મજબુત મધ્યમ કદ, આગળથી નીચી ઢળતી મજબુત નાની ચાંચ, લાંબી અણીયાળી પાંખો, ચોરસ પુંછડી અને મજબૂત પગ અને પંજાનો સમાવેશ થાય છે. તેમની ઉડાન સીધી જ હોય છે.તેઓ ટોળામાં જ વિશેષ જોવા મળે છે. તેઓ સર્વાહારી છે જેમાં જંતુઓ, ફળો, જમીનના કીટકો, અનાજના દાણા વગેરેનો સમાવેશ થાય છે. મુખ્યત્વે ઘેરા ચળકતા રંગના હોય છે.ઘોંઘાટ કે સતત અવાજ કર્યા કરે છે. વળી વિવિધ પ્રકારના બીજા અવાજોની નકલ કે મિમિક્રી સારી રીતે કરે છે.
        વૈયાના ઉપકુળના પંખીઓ મુખ્યત્વે ભારત બહાર યુરોપ અને અન્ય દેશોમાં જોવા મળે છે. વિદેશથી આવતા વૈયા ઉપકુળમાંથી ફક્ત બે જાતના વૈયા સમગ્ર ભારત અને ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં જોવા મળે છે. ૧) વૈયું અને ૨) કાળું વૈયું. વૈયાની વિશેષ માહિતી આપણે મેળવીએ.
ઓળખ:
આશરે પંદરેક જાતની પ્રજાતિઓ પૈકીમાંથી આપણે ત્યાં વિદેશથી આવતી બંને પ્રજાતિઓની ઓળખ મેળવીએ.
        બંન્નેની સામાન્ય ઓળખમાં શરીર મજબૂત કે ભરાવદાર, ટૂંકી ચોરસ પુંછડી, આગળથી સહેજ વળાંકવાળી અણીદાર મજબૂત ચાંચ, પીંછા પણ  મોટેભાગે અણીદાર અને દુરથી જોતાં ગુલાબી રંગની કાબર બેઠી હોય તેવું લાગે. વલી અગત્યનું એ કે સમુહચારી છે એટલેકે ટોળામાં જોવા મળે અને તેમાં પણ ખુબજ ઘોંઘાટ કરતાં એકધારું ચક..ચક...ચક...તીણા કર્કશ અવાજથી બોલ્યાજ કરતાં હોય છે. ઝાડ ઉપર મોટું ટોળું બેઠું હોય તો નીચેથી પસાર થતાં જ ઘોંઘાટને લીધે તમારું ધ્યાન અવશ્ય ઉપર ખેંચાય જ વળી ઝાડ ઉપર પણ સહેલાઈથી દેખાય નહિ ધ્યાનથી શોધવા પડે.
૧) વૈયા કે જેને ઘણા મારવાડા તરીકે પણ ઓળખે છે તે કાબર કરતાં સહેજ પાતળા, એકવડિયું શરીર, ગુલાબી ચાંચ, ગુલાબી શરીર, માથું, ડોક, પાંખો અને પુંછડી ચળકતા કાળા રંગના અને માથાપર ઢળેલી અસ્તવ્યસ્ત કલગી જોવા મળે છે જે આપણે બ્રાહ્મણી કાબરમાં પણ જોઈએ છે. મોટેભાગે વૃક્ષો ઉપર ટોળામાં રાતવાસો કરતાં હોય છે. વૈયા ને ટૂંકમાં રોઝી (Rosy)  કે પેસ્ટર ( Pastor) તરીકે પણ બોલાય છે.
૨) કાળું વૈયું : 
પરદેશથી આવતી આ બીજી કાબર કે વૈયું છે. અહીં આવે ત્યારે ઝાંખું હોય પણ શિયાળામાં ચળકતા કાળા રંગનું જાણે તેલ લગાવ્યું હોય તેમ તડકામાં દેખાય છે. સમગ્ર શરીર ઉપર સફેદ ટપકાં જોવા મળે છે. જોકે વૈયા જેટલી સંખ્યામાં આવતાં નથી તેથી એકદમ નજરે નાં ચડે ખાસ કરીને વસવાટવાળાં શહેરી વિસ્તારમાં. પરંતુ ખેતરો કે આછા ઘાસનાં મેદાની ગ્રામ્ય પ્રદેશોમાં જોવા મળી જાય. પ્રજનન સમયે રાખોડી કાળું ચળકતું શરીર અને પીળી ચાંચ હોય છે જે શિયાળો આવતાં સંપૂર્ણ કાળા રંગનાં શરીરમાં સફેદ ટપકામાં રૂપાંતરિત થાય છે તેમજ ચાંચ ધૂંધળી કાળી જોવા મળે છે. વૈયા કરતાં આ કાળું વૈયું પ્રમાણમાં ઓછું બોલકું પણ જાત જાતના અવાજો (કાબરની જેમ) કરે છે પરંતુ તેનો સામાન્ય અવાજ કર્કશ લાગે છે.
પાંખોનો ફેલાવો : ૩૭ થી ૪૦ સે.મી.
લંબાઈ : ૨૩ સે.મી.
ખોરાક :
જીવાત, ફળો, અનાજ એ તેમનો મુખ્ય ખોરાક. ખેતરોમાં વધુ જોવા મળે. પાક પહેલાં જીવાતો અને ખાસ કરીને તીડનો નાશ કરે છે. અનાજના દાણા પણ તેમનો ખોરાક હોઈ ખેડૂતોને ખુબ કાળજી રાખવી પડે છે કારણકે મોટા ટોળામાં આવતાં વૈયા પાકનો નાશ કરે છે. જુવાર પાકી રહી હોય એવાં ખેતરોમાં વૈયા મોટી સંખ્યામાં જોવા મળે છે. ફૂલોમાંથી રસ ચૂસવા પણ ટોળા ભેગા થાય છે ખાસ કરીને શીમળો તથા પાંડેરવા કેસુડાનાં ફૂલો વિશેષ પસંદ પડે છે. પીલુનાં ફળ, પેપડા-પેપડી વગેરે માનીતું ભોજન.
રહેઠાણ :
ખેતરો આસપાસના  વ્રુક્ષો ઉપર કે એવાં પ્રકારના મેદાનોના વ્રુક્ષો ઉપર ૨૦૦ થી ૫૦૦ નાં ઝુંડમાં રહેતાં હોય છે. શહેરી વિસ્તારોમાં પણ રસ્તાઓ ઉપરનાં વ્રુક્ષો ઉપર મોટી સખ્યામાં સતત ઘોંઘાટ કરતાં જોવા મળે છે. બસ સ્ટેશનો, રેલ્વે સ્ટેશનો જેવી ભીડવાળી જગ્યાઓમાં પણ જોવા મળે છે. સમુહચારી હોઈ મોટા ઝુંડમાં જ મોટા છાયાવાળા vruxomaaવ્રુક્ષોમાં વિશેષ જોવા મળે છે.
લાક્ષણિકતા:
સમુહચારી હોવાથી હંમેશા ૧૦૦ – ૨૦૦ કે ૫૦૦નાં ટોળામાં સતત કર્કશ ઘોંઘાટ સાથે અનાજના ખેતરો, ફૂલોવાળા વ્રુક્ષોમાં જોવા મળે છે.
અનાજના દાણાઓનો ગંભીર રીતે નુકશાનકર્તા પણ તીડ નો પણ મોટાપાયે પોતાના ખોરાક દ્વારા નાશ કરે છે.
ફેલાવો:
વૈયા સમગ્ર ભારતમાં વિશાળ પ્રમાણમાં શિયાળુ પ્રવાસી.જુલાઈથી લગભગ માર્ચ અને ક્યારેક એપ્રિલ સુધી જોવા મળે છે. કાળા વૈયા ગુજરાતમાં પ્રમાણમાં ઓછી સંખ્યામાં જોવા મળે છે. ઉત્તર ભારતમાં વિશેષ જોવા મળતાં કાળા વૈયા દક્ષિણ ગુજરાત સુધી દ્રશ્યમાન છે. સૌરાષ્ટ્ર – કચ્છમાં ઘણાં ઓછા, વિશેષ કરીને ઉત્તર ભારતના પ્રદેશોમાં વિશેષ જોવા મળે છે.
પુખ્તતા:
૧ વર્ષની ઉંમરથી ૨ વર્ષની ઉંમર સુધીમાં
પ્રજનન ઋતુ :
એપ્રિલ થી જુન સુધી પરંતુ ભારતમાં નહીં પણ પૂર્વ યુરોપથી પશ્ચિમ – મધ્ય એશિયા, રશિયા, તુર્કસ્તાન, હંગેરી વિગેરે દેશોમાં પ્રજનન કરે છે.
નેસ્ટીંગ (પ્રજનન) :  
પર્વતીય પથરાળ વિસ્તારો, નદીકાંઠાની ભેખડો કે અવાવરું મકાનો, ખંડેરોમાં, બખોલમાં કે છાપરાઓની બખોલમાં માળો કરે છે. માળો તણખલા, ઘાસ અને ઝાડની નાની સળીઓનો બનાવે છે. નર માળાની જગ્યા શોધીને માળો બનાવે છે. ત્યારબાદ માદાને તે આકર્ષે છે અને માદા બખોલના માળામાં ઈંડા મુકે છે. માદા ઈંડા સેવતી હોય ત્યારે ઘણીવાર નર અન્ય એક માળો નજીકમાં બનાવી બીજી માદાને આકર્ષીને ઈંડા મુકાવે છે. ઘણીવાર અન્ય કોઈ માદા, માળાના અભાવે, અન્ય માદાના ઈંડાને ફેંકીને પોતાનું ઈંડું મુકે છે.
સેવવાનો સમયગાળો:
માળામાં ૪ થી ૭ ઈંડા મુકે છે. ૧૧ થી ૧૫ દિવસમાં ઈંડા સેવાઈ જાય છે અને બચ્ચાં બહાર આવે છે.
બચ્ચાંની પરિપક્વતા:
બચ્ચાંને પીછાં આવતાં ૨૦ થી ૨૨ દિવસ લાગે છે. ત્યારબાદ સ્વતંત્ર રીતે ઉડી શકે છે.
વૈયાના પ્રજનન સમય દરમિયાન જ તીડનો પણ પ્રજનન સમય હોવાથી વૈયાના બચ્ચાંને ખોરાક માટે તીડનાં ઈંડા કે બચ્ચાં મોટાપ્રમાણમાં મળી રહે છે. આમ યુરોપ વિસ્તારમાં તીડનો ઉપદ્રવ ઓછો કરવામાં મદદ કરે છે.
પ્રજનન ગાળો :
વર્ષમાં ૧ થી ૨ એક સાથે પ્રજનન કરે છે.
જીવનકાળ:
આશરે ૨૦ વર્ષ સુધી.
Article By Malay Dave
25th January 2016
Email : davemalay@gmail.com


References :
1) Birds of the Indian Subcontinent by Richard Grimmett
2) Birds of South Asia The Ropley Guide Volume 1 & 2. By Pamela C.Rasmussen, John C.Anderton
3) Aaspas Na Pankhi By shri Lalsinh Mansinh Raol ( In Gujarati Language, CEE Publication)
4) The Book of Indian Birds by Shri Salim Ali 13th edition
5) Internet Web sites.

(This article is copyrighted. For use of this article the permission of the author is required. The photograph is provided by Shri Yagnesh Bhatt of Dharmaj ( Gujarat )

Email : davemalay@gmail.com

Wednesday, June 18, 2014

Views while Retiring


It was 3rd February 1978, when I joined GWRDC ( Gujarat Water Resources Development Corp. Ltd). At that time I was studying in last year of M.Sc. in Geology subject from M.G.Science Institute. I was little beat nervous in office environment. I was appointed as Geological Supervisor. In April I gave exam of M.Sc. and I was appointed on higher post of Jr.Geologist in November - 1978. All those days were great for understanding office work, field work , technical writing & mapping work. All we had to perform manually as no computers at that time. It was time of learning. 
           Served at Bhavnagar, Mahesana, Gandhinagar & now at Ahmedabad.
          Lots of I have gain during and through Office..... Got maaried, two Son, House and satisfaction....my entire life is due to the office... I respect my office.....
         Lots of lost during office life.....my Dearest Son Tapan at his age of 17, my mother, my father...they taught me the lessons of honesty, workmanship, faithfulness and dedication to work... I follow all these values during my entire office life.. I always kept away myself from evil things.....and all officemates are aware with these....
         The only thing hurt is that office management never appreciated any work and even not given the post that I think I deserve, because the persons they have given charge of responsible posts are really not of that caliber for they should have. 
       When I am retiring from office, I am very much disappointed that not a single person is remained that can understand the work. They all are interested in other things than technical public oriented work.... During all these years, I witnessed so many so called officers for performing money making things... 
       Today when I look back, I can clearly see that I have given lots of inputs to my office in comparison to what I gained....  whenever chance is given I had represented GWRDC- my office at World Bank or Min. Of water resources at Delhi or at Gandhinagar or at so many other places in India & Gujarat...conducted so many trainings for the staff of my office on technical softwares or technical topics...
       But as mentioned I am really disappointed for other fellow members who are not at all interested in office duties, office regularity, dedication to work , faith fullness ......
      After a long service of 37 years, I am retiring on 31 July 2014 due to the age of 58 years. 
      Now I want to give time to myself for Birding, with nature, reading, to my magazine Tathagat and to our every Sunday activities for children through Tapansmruti Trust established in year 2001.
       Wishing all the couligues best of luck.....will miss You all........


Malay DaveViews on Tretirement

Tuesday, March 12, 2013