Saturday, May 30, 2020

રાહુ

RAHU
છાયા ગ્રહ, કલયુગનો રાજા
સૂર્ય અને ચંદ્રનો દુશ્મન છે.
રાહુ એટલે માયાવી મુખવટો, બહુરૂપી, નકલી ચહેરાવાળો
( અભિનેતાઓ, એક્ટર્સ, પોલિટિકલ નેતાઓ) રાહુ સૂર્ય જોડે સારા નેતાઓ.
સમાજમાં મોટાભાગના લોકો ઉપરથી જુદા અંદરથી જુદા હોય છે તે બધાજ રાહુ...
મીઠી મીઠી વાતો કરે, ચાપલુસી કરે પણ અંદરથી તમારી વિરુદ્ધ માં હોય...તમે મુશ્કેલીમાં હો ત્યારે ખૂબ રાજી થાય...બહુરૂપી..
નિયમો તોડી ને ચાલવું....કોઈ નિયમ લાગુ ના પડે....રાહુ લોકોને....ખૂબ ઊંચી અભિલાષા લાલસા ઈચ્છાઓ હોય છે....અને સંતોષવા કંઈપણ કરવા તૈયાર હોય છે...કુંડલીમાં રાહુ જે ભાવમાં હોય તે ભાવની જાતકને ક્યારેય તૃપ્તિ થતી નથી..
જમ્યા પછી પેટ ભરાઈ જતાં સંતૃપ્તિ થાય છે પણ રાહુને અમૃત પેટમાં જાય તે પહેલાં માથું કપાઈ જતાં અમૃત ગળામાં રહી જતાં સંતૃપ્તિ થઈ નહીં આમ રાહુ વાળા ને ક્યારેય સંતૃપ્તિ થતી નથી...લાવો લાવો ....થયા કરે....જુના વિચારોને નથી માનતા, કોઈ નિયમોને નહિં માને પોતાના નિયમો પ્રમાણે ચાલશે....મનમાં નવા નવા વિચારો આવ્યા કરે....નવી નવી શોધો કરે છે...તમામ વૈજ્ઞાનિકો રાહુ છે...સૂર્યનો નહિં દેખાતો રંગ અલ્ટ્રાવાયોલેટ છે જે નજરે ના દેખાતી વસ્તુઓ જોવા માટે છે.. બેંકમાં નોટો ચકાસવા , સહી ચકાસવા, પોલીસ ખાતામાં, મેડિકલ સાયન્સમાં એક્સ રે, સિટી સ્કેન, એમઆરાઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બધે જ અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ થાય છે. આ અલ્ટ્રાવાયોલેટ એ  રાહુ જ છે....રાહુનો રંગ ધુમાડા જેવો skay blue black છે.
રાહુ જે રાશિમાં બેઠો હોય તેના સ્વામી જેવો કે યુતિ, દૃષ્ટિના ગ્રહો જેવો વર્તાવ કરે છે..એટલેકે જે તે ગ્રહનું ફળ ડબલ કરે છે...તેનો પ્રભાવ ઘણો વધારી દે છે....
રાહુ ગુરુ જોડે હોય તો આધુનિક શિક્ષણ કે આધુનિક સંતાન પ્રાપ્તિનું વિચારશે..... રાહુ શુક્ર જોડે કે સપ્તમ સ્થાનમાં હોયતો intercast લગ્ન કરાવે છે....આમ રાહુ જે ગ્રહ જોડે જોડાશે તે ગ્રહના કારક્તવમાં નવા વિચારો, આધુનિક ideas લાવશે....
આજના યુગનો રાજા રાહુ છે...જેને રાહુ સારો તે રાજા છે....સાત ગ્રહના સાત દિવસો હોય છે પણ રાહુને કોઈ દિવસ હોતો નથી પણ દરરોજ એક સમય ગાળો રાહુ નો હોય છે જેને રાહુકાળ કહે છે.. આમ રાહુની હાજરી પ્રતિદિન હોય છે. ..રાહુને maternal પેરેન્ટ્સ એટલેકે નાના નાની કહે ચગે ઊપરાંત સસુરાલ પણ કહે છે... રાહુ કેતુ સયુંકત આપણું ફેમીલી circle બતાવે છે એટલેકે રાહુ કેતુની axis માં રહેલા ગ્રહો એક પરિવારના મનાય છે...જે ગ્રહ આ axis ની બહાર હશે તે પરિવારનો સદસ્ય નથી હોતો... જો સૂર્ય બહાર હોયતો પિતા અલગ રહે છે કે step father હોય અથવા જાતક પિતાથી અલગ રહે છે...અથવા જાતકે મુંહ બોલા પિતા બનાવ્યો છે....ચંદ્ર બહાર હોયતો જાતકને step mother છે અથવા મુંહ બોલી મા બનાવી છે અથવા મા અલગ રહે છે ... મંગલ છે તો ભાઈ, શુક્ર છે તો બહેન, બુધ છે તો સગાસંબંધીઓ અને શનિ છે તો દાદા નાના અલગ છે કે મુંહ બોલા બનાવ્યા છે... રાહુ આપણી જિંદગીમાં ફેલાયેલું પલાસ્ટિક, સિન્થેટિક, આરટીફીસિયલ છે...રાહુ ઊંચે ચડે છે....દશામાં જાતક ઊંચે જાય છે... coconut રાહુ છે...દરેક પૂજામાં હોય છે.. રાહુની શાંતિ માટે....ટોયલેટ રાહુ છે.. પહેલા ઘરની બહાર રહેતાં હવે bedroom માં આવી ગયાં છે.... રાહુ poison છે, chemicals છે, snake છે..શરીર ઉપરના બ્લેક કે પિન્ક તલ રાહુ છે...રાહુ ની દશામાં રાહુ ખરાબ હોય તો કાળા તલ દેખાય છે સારો હોયતો પિન્ક તલ દેખાય છે...રાહુ ની ચાલ વક્રી છે 4 પછી 3 પછી 2...તે રીતેજ ઉર્દુ કે પર્શિયન જે ઉંધી લખાય છે તે રાહુ છે....લેફ્ટી લોકો પણ રાહુ છે. ..

રાહુના professions :

બધા એક્ટર્સ રાહુ છે, ફિલ્મની પાછળ ના તમામ રાહુ છે, X Ray સાથે સંકળાયેલા રાહુ છે, રાહુ secret અને hidden હોવાથી પોલિસ, cbi, જાસૂસ, dectetors, તમામ રાહુ છે. રાહુ ઊંચે ચડે છે તેથી એર સ્ટાફ પાઇલોટ્સ એર હોસ્ટેસ્સેસ તમામ રાહુ છે...તેમનો રાહુ તેમના profession સાથે જોડાય છે....

રાહુ શરીરના કોઈપણ અંગ સાથે સંકળાયેલ નથી...તે ગેસનો કારક છે...શરીરમાં swelling, ઉન્માદ, માનસિક રોગ, ખેંચ, સ્કીન ઉપરના ધાબા, કોઢ , કેન્સર રાહુ બતાવે છે.

રાહુ સુપર intellectual છે બુધથી પણ વધારે. રાહુ DNA છે એટલેકે જ્ઞાન એક જનરેશન થી પછીની જનરેશન માં બાળકોમાં વહેલું આવી જાય છે જેમકે મોબાઈલની અઘરી app આપણને નહીં ફાવે પણ 4 - 5 વર્ષનાં બાળકો સહેલાઈથી ચલાવે છે....

રાહુ શનિ ની જેમજ હોય છે અને  અશુભ result આપે છે... બન્ને ભેગા હોયતો ઘણાં અશુભ પરિણામ આપે છે...
રાહુની દશામાં, ગોચરમાં જ્યારે રાહુ ગુરુ ઉપરથી પસાર થાય છે ત્યારે જાતકની જિંદગીમાં આમૂળ પરિવર્તન આવે છે. સૂર્ય ઉપરથી પસાર થાયતો પિતાને કષ્ટ આવે છે, ચંદ્ર ઉપરથી પસાર થાયતો માતા ને કષ્ટ ઉપરાંત માનસિક તણાવ અને માનસિક રોગ થાય છે. મંગલ સાથે આવેતો accident થાય છે નહીતો surgery થાય છે..શુક્ર ઉપરથી પસાર થાયતો પત્ની સાથે અણબનાવ, ઝગડા થાય છે, બુધ જોડે આવવાથી સંબંધીઓ જોડે અણબનાવ થાય છે...શનિ જોડે આવવાથી માંદગી, હોસ્પિટલ, જેલ વિગેરે અશુભ પરિણામો મળે છે....
કુંડલીમાં રાહુ જે રાશિમાં બેઠો હોય અને તે રાશિ શરીરનું જે અંગ બતાવતી હોય તે અંગ વિષયક કાયમી બીમારી રહે તેમજ કાયમ દવા લેવી પડે.



No comments:

Post a Comment